________________
સમ્યકત્વ, પરમાર્થ.
૬૧૪ સમ્યકત્વ, પરમાર્થી
“આત્મા” જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા
સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસભ્યત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. (પૃ. ૩૬૪) || આત્માની ઓળખાણ થાય તે “પરમાર્થસમ્યકત્વ'. (પૃ. ૭૦૯)
T સંબંધિત શિર્ષક પરમાર્થ સમ્યકત્વ, બીજરૂચિ
“આત્મા' જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યક્ત્વ છે.
(પૃ. ૩૬૪-૫). સમ્યકત્વ, વેદક | D નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે
કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકત્વ' છે. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને “વેદક સમ્યકત્વ' કહીએ છીએ.
(પૃ. ૫૨૦, ૭૨૦) T ક્ષયોપશમસમ્યકત્વને વેદકસમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થવાના
સંધિના વખતનું જે સમ્યકત્વ તે વાસ્તવિક રીતે વેદકસમ્યકત્વ છે. (પૃ. ૭૬૩) | સમ્યક્ત્વ, સાસ્વાદન I નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે
કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. (પૃ. ૫૨૦, ૭૨૦) સાસ્વાદનસમકિત' એટલે વસી ગયેલું સમક્તિ, અર્થાત જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તોપણ મિથ્યાત્વ અને સમકિતની કિંમત તેને જુદી ને જુદી લાગે. જેમ છાશમાંથી માખણ વલોવી કાઢી લીધું, ને પછી પાછું છાશમાં નાખ્યું. માખણ ને છાશ પ્રથમ જેવાં એકમેક હતાં તેવાં એકમેક પછી થાય નહીં, તેમ મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણિની કિંમત થઈ છે, પણ કાચની મણિ આવે ત્યારે હીરામણિ સાક્ષાત્ અનુભવમાં આવે તે દૃષ્ટાંત પણ અત્રે ઘટે છે. નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. જેમ, એક માણસે કાચની મણિ લઈ ધાર્યું કે, “મારી પાસે સાચી મણિ છે, આવી ક્યાંય પ્રાપ્ત થતી નથી.” પછી તેણે એક વિચારવાન પાસે જઈ કહ્યું, મારી મણિ સાચી છે. પછી તે વિચારવાને તેથી સારી, તેથી સારી, એમ વધતી વધતી કિંમતની મણિ બતાવી કહ્યું કે જો, ફેર લાગે છે ? બરાબર જોજે, ત્યારે તેણે કહ્યું “હા, ફેર લાગે છે.” પછી તે