________________
સમ્યક્ત્વ (ચાલુ)
૬૧૦
Ū સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનીપુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યક્ત્વ થાય. (પૃ. ૭૨૭)
D ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોળાં પાડવાં. તે મોળાં પાડવાથી પરિણામે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. (પૃ. ૭૨૭)
અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યક્ત્વ થાય. (પૃ. ૭૩૨)
સત્પુરુષનાં વચનોનું આસ્થાસહિત શ્રવણમનન કરે તો સમ્યક્ત્વ આવે. (પૃ. ૭૩૩)
D જીવને એવો ભાવ રહે છે કે સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી. (પૃ. ૭૪૦)
જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યક્ત્વ પ્રાપ્ત થઇ શકતું નથી. (પૃ. ૭૫૩) ... મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યક્ત્વ આવે નહીં. (પૃ. ૭૫૩)
D આજ સુધી અસ્તિત્વ ભાગ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવામાત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. (પૃ. ૭૬૦)
જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં. (પૃ. ૭૩૨)
સત્સંગની ઇચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિસુધારણાની ઇચ્છા રહેતી હોય તોપણ હાલ જતી કરવી યોગ્ય છે, કેમકે અમને લાગે છે કે વારંવાર તમે (શ્રી સૌભાગ્યભાઇ) લખો છો, તે કુટુંબમોહ છે, સંક્લેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઇ પણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે, આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો. (પૃ. ૪૩૬)
જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બોલવામાત્ર જ જીવાજીવ છે, એમ કહેવું તે સમ્યક્ત્વ નથી. તીર્થંકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી જ સમ્યક્ત્વ તેમને વિષે છે, પરંતુ બીજાને તે કંઇ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યક્ત્વ હોય એમ નથી.
વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. (પૃ. ૭૫૪)
D આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જૈનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી; છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યક્ત્વ થઇ શકે છે, એમ કહેવામાં આવ્યું છે. (પૃ. ૭૪૦)
D પ્ર૦ સમ્યક્ત્વ કેમ જણાય ?