________________
| સમતા (ચાલુ) T જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય
છે, એમ નિશ્રય દેખીને પરિણતિ કરવી ઘટે છે. (પૃ.૪૯૫) T “ઈશ્વરેચ્છા' જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય; અને તે તો જયાં સુધી તેની (શ્રી
સૌભાગ્યભાઈના પુત્ર મણિભાઈની) ઇચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે.
(પૃ. ૩૩૭). D જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી.ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને તેના
ઉપાયનો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. (પૃ. ૩૭૧) D સમતાની, વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને તેમ મૂકી દેવી. (પૃ. ૭૧૯) | સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. (પૃ. ૧૩૮). T સમભાવથી મૃત્યુને જોઉં. (પૃ. ૧૪૦) | શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે. સમકિતી છે, માટે તેને દુઃખ નથી. (પૃ. ૯0) D શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા,
ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે ! આવી અનુકંપા
આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! (પૃ. ૬૯૧) સમય. D પદાર્થનો અત્યંતમાં અત્યંત સૂક્ષ્મપરિણતિનો પ્રકાર છે, તે સમય છે. (પૃ. ૪૬૭) D સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. (પૃ. ૫૦૭) | કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘સમય’ છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણુ છે, અને
અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પ્રદેશ’ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે; તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય
નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. (પૃ.૪૯૭). T મનમાં રાગદ્વેષાદિનાં પરિણામ થયા કરે છે, તે સમયાદિ પર્યાય ન કહી શકાય; કેમકે સમયનું અત્યંત
સૂક્ષ્મપણું છે, અને મનપરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી. (પૃ. ૪૬૭) D ઉત્પાદ, વ્યય, ધ્રુવ આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. (પૃ. ૨૧) T જેના દ્ભયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનાર હોય તોપણ