________________
પ૯૧
સદ્ગુરુનાં લક્ષણ (ચાલુ) | આ શ્રી-જિન અરિહંત તીર્થંકર પરમ સદ્દગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદ્ગુરુ છે
એટલે એ સદ્ગુરુના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યાં છે. (પૃ. ૨૨-૩). T સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું.
સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એવો ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટઅનિષ્ટપણું ન કરે. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે શેય પદાર્થને જોયાકારે દેખે, જાણે; પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમદ્રુષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદામ્યવૃત્તિ થાય; સમવૃષ્ટિ આત્માને ન થાય. કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જાણાવે. કોઈ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ દુરભિ (દુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય તો તેને તેવો દેખે, જાણો, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે. તે ભાવે સમદર્શી દેખે, જાણે. જ હેય(છાંડવા યોગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. ઉપાદેય(આદરવાયોગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઈષ્ટઅનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે: દુર્ગધ દેખી અપ્રિયતા. ગંછા ન આણે. (વ્યવહારથી) સારે ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ દ્રષ, અરતિ) ન કરે. પ્રાપ્ત સ્થિતિ - સંજોગમાં સારું - માઠું, અનુકૂળ - પ્રતિકૂળ, ઈષ્ટઅનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું, ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાતુ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા. શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કુરૂપ, શીત-ઉષ્ણ આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઇષ્ટ-અનિષ્ટપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિષે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય, અને બીજું ન હોય તો પહેલું ન હોય. સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને કેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદ્ગુરુયોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય; પછીનાં ગુણસ્થાનકે તે