SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૧ સત્સંગ (ચાલુ) | U જ્ઞાનીપુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. (પૃ. ૪૮૪) | જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો; સત્સંગ કરવો યોગ્ય છે. (પૃ. ૩૯૭) 1 નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. (પૃ. ૪૮૩). પ્રદેશ પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાનીપુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવવાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. તે સત્સંગ નિશ્રયપણે જામ્યો છે, એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે. (પૃ. ૩૭૦-૧) | | મન મેળાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. (પૃ. ૨૯૯) D સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. (પૃ. ૨૨૨) D દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાભ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગના સાધન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. (પૃ. ૨૧૯) T કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું ' જીવને યથાર્થ ભાન થતું નથી. (પૃ. ૩૦૪) 0 અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી અચિંત્ય જેનું માહાસ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્વર્ય જ છે. (પૃ. ૬૫૨). જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું માહાભ્ય સાંભળવાનું પ્રમાણ છે. (પૃ. ૬૯૫) એક મોટી નિશ્રયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો. અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy