________________
૫૭૭
સત્સંગ
| ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સત્કૃત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે, અમૃત છે. (પૃ. ૬ ૬૯) T સંબંધિત શિર્ષક શ્રુત સત્સંગ
સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કોટયાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમા પાપ કરાવે છે, તેમ જ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે, ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. દુર્ગધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આપ્યું દઈએ છીએ, તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે; સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી, આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સન્દુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્યરુષોનો સમાગમ, ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભોજન સેવાતાં હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્રય માનજો કે, તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે, સર્વસંગપરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ન કહેવી ? તેનું સમાધાન તત્કાળ છે કે, તેઓ એક-સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે; અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક-સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે; તેમજ ધર્મધ્યાનપ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયાકપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી; અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પરુષોનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે. કોઇ એમ કહે કે, સત્સંગ મંડળમાં કોઇ માયાવી નહીં હોય? તો તેનું સમાધાન આ છે : જ્યાં માયા