________________
(પ)
પ્રસ્તાવના
મમ સારુંવર
રાફા શર ||
“અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કર”
મિસરી બિખરી રેતમેં, હાથસે ચુની ન જાય; ચીંટી બનકર રેતમેં, ખોજ કણ કણ પાય.”
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રપ્રભુના પવિત્ર વચનામૃતોમાંથી સંશોધન કરવાની પ્રેરણા જાગવાનું બરણ એમનાજ પ્રબશેલા વચનોમાંથી ટાંકુ છું ....... “સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદ્ગુરૂ, સત્સંગ કે સન્શાસ્ત્રી મળવાં દુર્લભ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી.ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે.” (વચનામૃત પૃષ્ઠ, ૧૦ર-૧૭૩)
“ઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એગ્ર ભાવથી સમ્યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે” (વચનામૃત પૃષ્ઠ ૧૮૨)
શ્રી મોક્ષમાળાના શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા” ના પાઠમાં પરમકૃપાળદેવ જણાવે છે કે વચનામૃતને ક્વી રીતે આરાધવા. uઠક અને વાચકવર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઇ ન હોય તો પાંચ સાત વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય, બ્રેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. હદય શ્રેમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જૈનતત્ત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કઇ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. (વ પૃ. ૫૮)
“શ્રી વચનામૃત” વિશે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી જણાવે છે, “પરમ વિદેહી પુરુષ અસંગ ભાવમાં રહેલા અને અખંડ આત્મ ઉપયોગમાં રહી વીતરાગતાથી બોધેલું એવું જે “વચનામૃત” પરમગુરૂનું કહેલું છે. તેની અંદરથી એક એક પત્ર લઇ આત્માની સાથે વિચારશો તો ઠેઠ નિર્વાણને આપે તેવો બોધ તેમાં છે. એના સિવાય બીજા બોધની શી ઇચ્છા કરવી? એટલે આપને તે બોધની ભલામણ કરી આ પત્ર સમાપ્ત કરીએ છીએ.” વળી તેઓશ્રીએ ચેતવણી પણ આપી છે. “જીવે પોતાના મનમાં નક્કી કરી રાખ્યું હોય તેમાં જ્ઞાનીના બોધને ભેળવે છે તેથી જ્ઞાનીનાં વચનોમાં અપૂર્ણતા લાગતી નથી, પણ પોતાની બુદ્ધિ જ્ઞાનીને અર્પણ કરી પછી તેના વચનોનો વિચાર કરે તો પાંસરું પડે”.