________________
૫૬૯
સત્યરુષ (ચાલુ) અતિશયસહિત જે સંપુરૂષ હોય તે જયારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભકિતરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદયયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને પુરુષો પ્રકાશતા નથી તે તેમનું કરુણા સ્વભાવપણું છે. જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ ઘણાં કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતાં તેવો પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સપુરુષો પ્રકાશતા નથી. ઘણું કરીને તે અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે; અથવા કાંઇ પ્રારબ્ધવિશેષથી સપુરુષપણે કોઇના જાણવામાં આવ્યા, તોપણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી; અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો જ્યાં કોઈ તેવો ઉપદેશઅવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ “પ્રત્યક્ષ આશ્રયમાર્ગ'નો ઘણું કરીને ઉપદેશ કરતા નથી, ક્વચિત્ “પ્રત્યક્ષ આશ્રયમાર્ગના ઠેકાણે ‘આશ્રયમાર્ગ એવા સામાન્ય શબ્દથી, ઘણા ઉપકારનો હેતુ દેખી, કંઇ કહે છે. અર્થાત્ ઉપદેશવ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. (પૃ. ૪૧૮) T સત્પરુષ તો જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય
છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પરુષની ઇચ્છા નથી. (પૃ. ૭૧૧). સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. (પૃ. ૨૮૯)
સત્યરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. (પૃ. ૨૫૨). D કોઈ એક સપુરુષ શોધો, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. (પૃ. ૨૨૯) 0 સપુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ
આશાતના કરવી નહીં. તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી પુરુષની નિંદા કરે અને સત્પરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં. (પૃ. ૬૮૭). T સન્દુરુષ વગર એક પણ આગ્રહ, કદાપ્રહ મટતો નથી. દુરાગ્રહ મટયો તેને આત્માનું ભાન થાય છે.
સપુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. (પૃ. ૭૧૧) D જે જીવ સત્પરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં
ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે. (પૃ. ૮૦૩). T જીવને સત્પરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. (પૃ. ૭૧૧)
સર્વ સપુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય