________________
૫૫૫
દૃષ્ટિ શ્રોતાને હોય તો વધારે હિતકારી થાય. (પૃ. ૬૧૦)
શ્રાવક
શ્રાવક = જ્ઞાનીના વચનના શ્રોતા; જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર. દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતા છતાં શ્રાવક કે સાધુ હોઇ શકે નહીં. ઔદયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પારિણામિક ભાવે કહેવાય નહીં. (પૃ. ૭૮૦)
I શ્રાવક કોને કહેવા ? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડયા હોય; માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે, તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળવો તે પુણ્યનો જોગ છે. (પૃ. ૭૨૯)
શ્રુત
જીવનું સ્વરૂપ શું છે ? જીવનું સ્વરૂપ જયાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મ મરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવનો કલેશ ભાંગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે. તેમ જ શ્રાવકપણા માટે સમજવું. (પૃ. ૭૦૦)
તે (દેહાત્મબુદ્ધિ) ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ગયો છે,તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે કાંઇ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઇ છાનું રહે નહીં. (પૃ. ૭૩૨)
I શ્રાવકપણું કે સાધુપણું કુળસંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઇએ. (પૃ. ૬૬૬)
I શ્રાવક સર્વે દયાળુ હોય. (પૃ. ૭૧૧)
— પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. (પૃ. ૭૮)
E સંબંધિત શિર્ષક : ગૃહસ્થ
શ્રુત
કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. ઘણાં સ્થળો વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રુતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. ઘણાં મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્ત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઇ. શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું કવચિતત્ત્વ છતાં, હે આર્યજનો ! સમ્યક્દર્શન, શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક્ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ ૫૨મ હર્ષનું કારણ છે. (પૃ. ૫૮૧)
D જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. (પૃ. ૬૦૮)
ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. (પૃ. ૬૩૭)
પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. (પૃ. ૬૪૧) E સંબંધિત શિર્ષક : વીતરાગશ્રુત, સદ્ભુત