________________
૩૧
અંતવૃત્તિ | અંતર્મુહૂર્ત I અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની
શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે: તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લધુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના,
ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. (પૃ. ૨૨૭) I અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. (પૃ. ૭૬૮) I સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. (પૃ. ૭૩૭) 0 અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જયારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુકતપણું
બતાવ્યું છે ! જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુકત થાય છે.
(પૃ. ૭૬ ૬) D સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે; જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ
કરવા પડે છે. (પૃ. ૬૭૪) અંતવૃત્તિ D આત્માની અંદર પરિણમવું, તેમૃાં શમાવું, તે અંતવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો
અંતવૃત્તિ રહે. (પૃ. ૬૮૮). દ્રઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા
છે. (પૃ. ૬૯૧) I અંતરવૃત્તિને આવરણ છે માટે બાહ્ય પ્રસંગો જેમ બને તેમ ઓછા કરતા રહેવું. (પૃ. ૭૨૩) | અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ - રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. (પૃ. ૨૧૯). T જો. એક વખત આત્મામાં અંતત્તિ સ્પર્શી જાય, તો અર્ધપગલ પરાવર્તન રહે એમ તીર્થકરાદિએ કહ્યું
છે. અંતવૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાનો આભાર એની મેળે (વભાવે જ) આત્મામાં થાય છે; અને તેમ થયાની ખાતરી પણ રવાભાવિક થાય છે. અર્થાત્ આત્મા ‘થરમૉમિટર’ સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી “થરમૉમિટરી આપે છે. જોકે “થરમૉમિટર’ તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતર્વત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઇ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે; એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ
પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે પરિણામપ્રતીતિ છે. (પૃ. ૭૭૮) D સંબંધિત શિર્ષક વૃત્તિ