________________
૫૪૭
શાસ્ત્ર
વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે; પણ કાળ પ્રભાવને લીધે તે જોઇએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે.
વંવદ નડીય ઇમા” એવું ઉત્તરાધ્યયનસૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર (મહાવીરસ્વામી)ના શિષ્યો વાંકા ને જડ થશે; અને તેમની સત્યતા વિષે કોઈને બોલવું રહે તેમ નથી.
(પૃ. ૯-૭) I હે જ્ઞાતપુત્ર ભગવન્! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યોને તારું સત્ય, અખંડ
અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? થવામાં આવાં વિદ્ગો ઉત્પન્ન થયાં; તારાં બોઘેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડયાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદ્રષ્ટિએ લાખોગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું. શાસન દેવી ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, - ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથપ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ !! તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી.
૫-૬)
શાસ્ત્ર
D શાસ્ત્રને જાળ સમજનાર ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. એ વચન સમજાવા દ્રષ્ટિ સમ્યફ જોઇએ. (પૃ. ૨૨) - જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડયો, જેમાંથી મોટાં શાસ્ત્રો રચાયાં. (પૃ. ૬૮૮). T સૂત્ર અને બીજા પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઇ મતવાદી, હઠવાદી અને શિથિલતાના પોષક પુરુષોએ રચેલાં કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય, તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોનાં વચનોને ઉત્થાપવાનું પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી, પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનું બહુમાન કરતા છતા યથાયોગ્ય સદુપયોગ કરે
છે. (પૃ. ૫૮૧) T સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભકિતનું પ્રયોજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે.
(પૃ. ૧૯૩) D આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.
(પૃ. ૩૬૫). મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે અધ્યાત્મશાસ્ત્ર'. (પૃ. ૭૦૪) 2 “મને શાથી બંધન થાય છે ?’ અને ‘તે શાથી ટળે ?' એ જાણવા સારુ શાસ્ત્રો કરેલાં છે, લોકોમાં પુજાવા સારુ શાસ્ત્રો કરેલાં નથી. (પૃ. ૭00) જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્ર કહ્યાં છે. (પૃ. ૭૦૦)