________________
વ્યવસાય (ચાલુ)
૫૩૪
જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કોઇ પ્રારબ્ધયોગે કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હઠીને, ‘મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું' એવું ફરી ફરી વિચારીને અને ‘જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે' એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઇ પ્રવર્તવું થાય, તો બોધનું ફળવું થવું સંભવે છે. (પૃ. ૩૯૮)
વ્યવહાર
D થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ‘ન ચાલતાં' કરવો જોઇએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. (પૃ. ૨૭૯)
D તે આત્મારૂપ પુરુષના (જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે) સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો; જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહા૨ ક૨વો યથાયોગ્ય નથી. (પૃ. ૩૭૨-૩)
D સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર કાંઇ કલ્પિત નથી. સદ્ગુરુ, સત્શાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે. (પૃ. ૭૧૪)
પ્ર૦ વ્યવહારમાં ચોથા ગુણસ્થાનકે ક્યા ક્યા વ્યવહાર લાગુ પડે ? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા ?
ઉં
બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. ૫રમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમકિતીને અશુદ્ધ વ્યવહાર ટાળવાનો છે. સમકિતી ૫૨માર્થથી શુદ્ધ કર્તા છે. (પૃ. ૭૨૪-૫)
D વ્યવહારને નિષેધવો નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં. (પૃ. ૭૧૪)
E ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તો ફે૨ફા૨વાળો નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે, તેનો નિષેધ ક૨વામાં આવ્યો છે. ત્યાં આગળ શૂરવીરપણું ગ્રહણ કરવા યોગ્ય છે. જીવને અમૂર્છિત ક૨વો એ જ જરૂરનું છે. વિચારવાન પુરુષે વ્યવહા૨ના ભેદથી મૂંઝાવું નહીં.
ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરોબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાનો ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તે ઊંચા વ્યવહારનો નિષેધ કરવો નહીં, કારણ કે મોક્ષમાર્ગને વિષે કશો ફેરફાર છે નહીં. (પૃ. ૭૫૪)
વ્યવહાર ભજતાં દ્વેષપરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી; એવો જે સર્વ જ્ઞાનીપુરુષોનો અભિપ્રાય તે, તે વ્યવહાર પ્રાયે સમતાપણે કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઇ કરતો નથી, એમ લાગ્યા કરે છે. (પૃ. ૩૭૫)
વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઇ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે (શ્રી સૌભાગ્યભાઇએ) લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હિરએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે