________________
| વૃત્તિ (ચાલુ)
૫૨૮ D નિવૃત્તિયોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. (પૃ. ૨૫)
વીતરાગવૃત્તિનો અભ્યાસ રાખશો. (પૃ. ૩૧) I વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણશો. અને સ્વપ્ન પણ તે
પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ રાખજો. અમે આ ભલામણ આપી છે, તે પર તમે (શ્રી ત્રંબકલાલ સૌભાગ્યભાઈ) યથાશક્તિ પૂર્ણ વિચાર કરી જોજો, અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશો. નહીં તો સમાગમનો લાભ પ્રાપ્ત થવો
અસંભવિત છે. આ વાત શિથિલવૃત્તિથી નહીં પણ ઉત્સાહવૃત્તિથી માથે ચડાવવા યોગ્ય છે. (પૃ. ૧૭) I વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે.
(પૃ. ૩૫) D દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે
છે. (પૃ. ૨૨૪) 2 આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. (પૃ. :) T સંબંધિત શિર્ષકો અંતર્મુખવૃત્તિ, અંતવૃત્તિ, આત્મવૃત્તિ, નિવૃત્તિ, પ્રવૃત્તિ વૃદ્ધતા
વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. (પૃ. ૧૫૬) | નિગ્રંથશાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમવૃદ્ધ ગણે છે. જાતિવૃદ્ધતા, પર્યાયવૃદ્ધતા એવા વૃદ્ધતાના અનેક ભેદ
છે, પણ જ્ઞાનવૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા તે નામવૃદ્ધતા છે; કિંવા શુન્યવૃદ્ધતા છે. (પૃ. ૧૯૦) | જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. (પૃ. ૪) વેદના 1 શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવાં કર્મોનું ફળ જાણી સમ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યકુપ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે; તથાપિ દ્ધયને વિષે વારંવાર તે વાતનો વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમ્યફપ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી. તે વિષે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી દયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યફપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના સયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિ»ળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની . વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર