________________
વીતરાગદર્શન (ચાલુ)
પ૨૨ વિશુદ્ધિ - તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક - તેનાં કારણો. ધીરજનાં સ્થાનક - તેનાં કારણો. શંકાનાં સ્થાનક - તેનાં કારણો. પતિત થવાનાં સ્થાનક - તેનાં કારણો.
ઉપસંહાર. આસ્થા :- પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ. (પૃ. ૮૩૩) D સંબંધિત શિર્ષક: દર્શન વીતરાગદશા | આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની
પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ
છે; કેવળ નિઃસંદેહ છે. (પૃ. ૬૦૫) વીતરાગવચન | સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે
કહી છે. (પૃ. ૪૬૩). | પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવા વચન, તે વીતરાગનાં છે. (પૃ. ૭૦)
સંબંધિત શિર્ષકો : જ્ઞાનીનાં વચન, જ્ઞાનીની વાણી, વચન, સપુરુષનાં વચન વીતરાગધ્રુત D તે પુરુષનાં (વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરૂણાશીલ મહાત્માનો) વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદ્રશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત, વીતરાગશાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઇએ, પછી વિશુદ્ધ દ્રષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓનો યોગ બની જ શકતો નથી. ત્યાં પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગધ્રુત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહત્પરુષોએ એક