________________
વીતરાગ
| વીતરાગ || સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે
ઇશ્વર. તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. (પૃ. ૮૨૯-૩૦) હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. (પૃ. ૮૨૪) . સો ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો
છે, જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર. (પૃ. ૧૮૬) D તારાં બે ચહુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે, તેમાં
પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું. (પૃ. ૭૦)
સદા પૂજનિક કોણ? વીતરાગદેવ, સુસાધુ અને સુધર્મ. (પૃ. ૧૫) || શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની (સમ્યક્રર્શન, સમ્યાન અને
સમ્યફચારિત્રની) એકત્રતા છે. સર્વજ્ઞાદેવ, નિર્ગદગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી, તત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી. આત્માનો સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું
રહસ્ય સાર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે. (પૃ. ૫૮૫) | રાગદ્વેષરહિત આ પુરુષ છે. એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં. એથી તે
પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય
ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. (૫. D અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સમ્યકજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં.
(પૃ. ૮૨૩) D વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? સમ્યકજ્ઞાન
ક્યાંથી થાય? સમ્યફદર્શન ક્યાંથી થાય? સમ્યફચારિત્ર ક્યાંથી થાય? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હે મુમુક્ષુ ! વીતરાગપર વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય
છે. (પૃ. ૮૧૮) I એક વીતરાગદેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. (પૃ. ૨૦૮)
નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ બ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે; નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. (પૃ. ૨૧૮) દર્શનયોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સૂચવે છે. (પૃ. ૧૭૧) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગપુરુષનો મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા.હું સર્વથા