________________
|| વિચાર (ચાલુ)
૫૦૪ કરશે, અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ધેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે; યદિ એ વિચારોથી જ છવટે સિદ્ધિ છે; એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંત બળનું મૂંઝન ટળવાનું છે, તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દૃષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયો છે, એ વસ્તુનો અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન અપાત્ર બન્ને લોકથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઈચ્છા ન હોય તોપણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જન્મ્યા તથા મૂઆની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનને કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે: તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો ! (પૃ. ૧૯૮) D આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ.
કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી ! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. (પૃ. ૭૮૫) T બાહ્ય વિષયોથી મુક્ત થઇ જેમ જેમ તેનો (આત્માના સનાતન ધર્મ પામવાનો) વિચાર કરવામાં આવે
તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. (પૃ. ૭૬૫) 3 વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવાં
શાસ્ત્રો અને સત્પરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યો કાર્યે લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના
થવી ઘટે તે થશે. (પૃ. ૪૪૯). T વિચાર વગર ઇન્દ્રિયો વશ થવાની નથી, અવિચારથી ઇન્દ્રિયો દોડે છે. (પૃ. ૭૧૮) n “મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી.... ના યથા ૦''
મનને લઇને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ ‘મન’, ‘તેને લઈને', અને “આ બધું” અને “તેનો નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાકયના થાય છે, તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાકય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. (પૃ. ૩૩૦) યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. (પૃ. ૩૧૭) આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય ? એ પ્રશ્ન વિશેષ કરી વિચારવા યોગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા યોગ્ય છે. (પૃ. ૧૮) D ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો