________________
લોકોપકાર
४८४
લોકોપકાર 'D L0 આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે.
શ્રીવલોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત? મ0 સાહેબ, બન્નેની જરૂર છે. શ્રી શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસો વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી
હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીસ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઇ. શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહામ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે. • શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂચ્છ પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી.
ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ–સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. બાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દ્રષ્ટિવિમુખ થયાં, વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયા. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકાર- પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ઘર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં