________________
લોક (ચાલુ)
૪૯૦ જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે “લોક' કહેવાય છે. (પૃ. ૫૦૯) D પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે ‘લોક' કહ્યો છે. (પૃ. ૫૮૭)
જીવ, પુદ્ગલસમૂહ, અને આકાશ તેમજ બીજા અસ્તિકાય કોઇના કરેલા નથી, સ્વરૂપથી જ
અસ્તિત્વવાળાં છે; અને લોકના કારણભૂત છે. (પૃ. ૫૮૮) E ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લોક અલોકનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પોતે હલનચલન ક્રિયાથી રહિત છે; અને લોકપ્રમાણ છે. જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે; અર્થાત્ લોકમાં છે; લોકથી બહાર નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે; જેને “અલોક' કહીએ છીએ. (પૃ. ૫૯૧) I અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુદ્ગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે.
(પૃ. ૫૪૯) સંપૂર્ણ લોક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સૂક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધોથી. (પૃ. ૫૯૦) સંતજનો ! જિનવરેંદ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યા છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોનો વિરોધ કરતા નહીં; પણ યોગનો અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો. (પૃ. ૬૪૨-૩)
આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. (સૂયગડાંગ) (પૃ. ૩૯૩) [લોકોને દ્રષ્ટિભ્રમ – અનાદિકાળનો – મટ્યો નથી, જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ
પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય
પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો. (પૃ. ૩૩) | લોકદ્રષ્ટિ | D લોકદ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે,
રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દ્રષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પૃ. ૧૩) D લોકદ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન
ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકવૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. (પૃ. ૫૬૨) લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ તમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી. (પૃ. ૫૬૦)