________________
લક્ષ્મી (ચાલુ)
४८८ જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઇએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. (પૃ. ૧૭૯) બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. (પૃ. ૬) નિર્ધન કોણ? ધન માગે, ઇચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. (પૃ. ૭૨૩). પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડયો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે
કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ. (પૃ. ૧૬૫) | જે જીવ આભેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. (પૃ. ૭૨૯). લબ્ધિ 0 ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે; અને ચારિત્ર સ્વચ્છ કરવું
એ તેનો વિધિ છે. જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઈત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. અત્યંત લેશ્યાશુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્ત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દ્રષ્ટાંતે. લબ્ધિ, સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઇને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી, તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ. સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે.
(પૃ. ૭૭૯-૮૦) T બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ
શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ શક્તિ બધી સાચી છે. ચૈતન્યમાં ચમત્કાર જોઇએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે, તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે વેદવામાં જ નિર્જરા સમજે છે. (પૃ. ૭૮૫) D ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય,