________________
૪૮૫
લક્ષ
લક્ષ [ આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. (પૃ. ૩૬૫) D પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. (પૃ. ૧૫૫)
જે જે પ્રકારે પરદ્રવ્ય વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સલ્લાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય,
એવો લક્ષ રાખશો. (પૃ. ૪૮૯) D સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ
ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમજ કર્યા કરવું, એ શ્રી વર્ધમાનસ્વામીની છબસ્થ મુનિચર્યાને દૃષ્ટાંતે અમે કહ્યું હતું. (પૃ. ૪૨૩-૪). તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું? ને હવે શું કરવું? એ
ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખજો. (પૃ. ૨૬૧-૨) T સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો હિત થાય.
ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઇચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. (પૃ. ૧૨) સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્રયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યફપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. (પૃ. ૫૫૮). 0 आणाए धम्मो आगाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી
પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. (પૃ. ૨૬૦) T સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે
એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ – અસમાધિપણું વર્તે છે
તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે. (પૃ. ૪૫૩) | જેમ બને તેમ સદ્વિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે
વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. (પૃ. ૩૨૪) કર્મ ઉદય આવશે એવું મનમાં રહે તો કર્મ ઉદયમાં આવે ! બાકી પુરુષાર્થ કરે, તો તો કર્મ ટળી જાય.