SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષ (ચાલુ) ૪૮૨ D રાગ કરવો નહીં, કરવો તો સપુરુષ પર કરવો; હૈષ કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો. (પૃ. ૧૫૬) | જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. (પૃ. ૧૭૦) | રાત્રિભોજન | I અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજનત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિનો આહારનો રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રે જમનારને રસોઇને માટે અગ્નિ સળગાવવી પડે છે; ત્યારે સમીપની ભીંત પર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઈધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમ જ સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મરછરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે. રાત્રિભોજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિભોજન પેસી ગયું છે. પણ એ નિષેધક તો છે જ. શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે; તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે; એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારોગનું કારણ છે એવો કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મત છે. સપુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢયા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહફળ છે. એ જિનવચન છે. (પૃ. ૭૮) રાત્રિભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં; વિચાર આવે નહીં; એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિભોજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. (પૃ. ૬૯૯) | રાત્રે ન જમવું, ન ચાલે તો ઉકાળેલું દૂધ વાપરવું. (પૃ. ૬૬૨) [ રાશિ D સંસારી જીવો બે પ્રકારે : ત્રરસ, થાવર, અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત ત્રાસપણું પામ્યા છે તે વ્યવહારરાશિ', પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે વ્યવહારરાશિ'. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઇ દિવરા ત્રાસપણું પામ્યા નથી. તે ‘અવ્યવહારરાશિ’. (પૃ. ૭૬ ૬-૭) T કોઈ નવ તત્ત્વની, કોઈ સાત તત્ત્વની, કોઈ પદ્રવ્યની, કોઈ ષડ્રપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ એવી બે રાશિ અથવા એ બે તત્ત્વ અર્થાત્ દ્રવ્યમાં સમાય છે. (પૃ. ૭૪૫)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy