________________
રાગ (ચાલુ)
४८० અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીનાં વચનો યથાર્થ રીતે સાચાં જાણ્યા છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં
આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. (પૃ. ૧૯૧) 1 રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઇ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી. વર્તમાનકાળમાં
થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. (પૃ. ૩૩૧) રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેનાં સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય
છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. (પૃ. ૭૬૮) T સંબંધિત શિર્ષક દ્રષ્ટિરાગ રાગદ્વેષ
જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે. ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. (પૃ. ૧૯૩)
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે. (પૃ. ૮૧૯) O તીવરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે.
પસ્તાવું થાય છે. (પૃ. ૨૧૯) | જીવને બંધનના મુખ્ય હેતુ એ : રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું
છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ – મિથ્યાત્વ એટલે અસમ્યફદર્શન છે. સમ્યફજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે.
તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે. (પૃ. ૮૧૯) T સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ
છે. (પૃ. ૯૦), T કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. (પૃ. ૧૧) T કોઇ ઉપર જન્મ પર્યત દ્વેષબુદ્ધિ રાખશો નહીં. કોઇને કાંઇ ષથી કહેવાઈ જવાય તો પશ્વાત્તાપ ઘણો
કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં. કોઈ તારા ઉપર દ્રષબુદ્ધિ કરે, પણ તું તેમ
કરીશ નહીં. (પૃ. ૧૨) તે આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને