________________
४७८
યોગ્યતા (પાત્રતા) (ચાલુ)
શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છે : સદગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે : પર્યાપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે : પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા.
સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે. (પૃ. ૧૮૯) E પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવાં
જોઇએ છે. એ માટે પ્રયત્ન કરશો. (પૃ. ૨૫૪) D બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય
સાધન સર્વ પ્રકારના કામભોગથી વૈરાગ્યસમેત સત્સંગ છે. (પૃ. ૨૬૧) | જૈનસૂત્રો હાલ વાંચવાની ઇચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા,
સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી. (પૃ. ૨૮૮). D તમને (શ્રી ખીમજીભાઈને) જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન
શુન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. (પૃ. ૨૯૫)