SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૬૩ મોક્ષમાર્ગ પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. - દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. (પૃ. ૫૫૦). 0 મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહીં; એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં. (પૃ. ૭૭૪) જો જ્ઞાનીપુરુષના વૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. (પૃ. ૪૪૭) D દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. (પૃ. ૬૦૪) મોક્ષમાર્ગી 0 કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન તે મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. (પૃ. ૮૨૪) D મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહરૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ; - વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ. (પૃ. ૭૪૧). | સર્વ દુ:ખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરહિત છે. વીતરાગસન્માર્ગ તેનો સદુપાય છે. તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છે :સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન, અને સમ્યફચારિત્રની એકત્રતા તે “મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યકુપ્રતીતિ થવી તે “સમ્યક્દર્શન' છે. તે તત્ત્વનો બોધ થવો તે “સમ્યકજ્ઞાન” છે. ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે “સમ્યફચારિત્ર' છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વજ્ઞદેવ. નિગ્રંથગર અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વિદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે. (પૃ. ૫૮૫) D ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન', તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં નિશ્ચય-મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ “મોક્ષમાર્ગ છે, તેની સેવનાથી “મોક્ષ પ્રાપ્ત થાય છે; અને (અમુક હેતુથી) બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે. અતિસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. (પૃ. ૧૯૫)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy