SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ D જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે. (પૃ. ૧૫૮) ન મૃત્યુ (મરણ) (ચાલુ) D -વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસન્મુખતા, તથા તેની દૃઢ ઇચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે. (પૃ. ૪૬૮) E સમભાવથી મૃત્યુને જોઉં. (પૃ. ૧૪૦) જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. (પૃ. ૫૦૪) સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. (પૃ. ૫૬૨) I પ્રત્યક્ષ લોક જુએ છે કે આ મરી ગયો, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દૃઢ કરવા સારુ વારંવાર તે જ વાત કહી છે. શાસ્ત્ર તો પરોક્ષ છે અને આ તો પ્રત્યક્ષ છે પણ જીવ પાછો ભૂલી જાય છે, તેથી તે ને તે વાત કરી છે. (પૃ. ૭૩૫) કોઇ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઇ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિ:સંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. (પૃ. ૪૫૧) ‘જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો :– જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિપરિણામ થવાથી વિયોગ થઇ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નયથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે. (પૃ. ૪૮૦) દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઇ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે. (પૃ. ૭૮૦) D ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. કવચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઇ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઇક વિરલ જીવને કચિત્ કવિચત્ હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. (પૃ. ૫૧૦) પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. (પૃ. ૪) આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. (પૃ. ૪)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy