________________
४४८
મુમુક્ષતા (ચાલુ) બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા
રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઇ જાય છે. (૨) પરમ દેન્યતાની (વિનયની) ઓછાઈ : સત્પરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ
ઘર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ “પરમ દૈન્યત્વ' જયાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી
જીવની જોગ્યતા પ્રતિબંધયુકત હોય છે. (૩) પદાર્થનો અનર્ણય કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કંઈ જોગ્યતાની
ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સતુ’ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ
આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે (પરમચૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, તેને મોહાસકિત મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. (પૃ. ૨૮૮-૯) T મહતુભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે
અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. વર્તમાનકાળમાં તેવા મહપુરુષનો યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે; એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. (પૃ. ૩૭)