________________
૪૪૫
મુમુક્ષુ
- D જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. (પૃ. ૨૯૯)
જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય
છે. (પૃ. ૩૨૦). D. મુમુક્ષુમાત્ર સમ્યફષ્ટિ જીવ સમજવા નહીં. (પૃ. ૬૮૫) D જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, સમજુ છું એમ માનતો હોય તેણે દેહને વિષે રોગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તો તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડહાપણ, કયાં ગયાં ? તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય ? જો તરવાનો કામી હોય તો તો દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુળતા આવવી જોઇએ નહીં. દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યું તો રાગદ્વેષપરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છો ? દેહ તો તમારી પાસે છે તો અનુભવ કરો. દેહ પ્રગટ માટી જેવો છે; સાચવ્યો સચવાય નહીં, રાખ્યો રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઈ પણ બની શકતું નથી. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તો તેની મમતા કરી કરવું શું? દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે,
અસાર છે, માટે દેહમાં મૂચ્છ કર્યા જેવું નથી. (પૃ. ૭૩૧-૨) 1 આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ
આવિર્ભત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. (પૃ.૪૮૮) n પ્રસંગની સાવ નિવૃત્તિ અશકય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકા ધર્મ છે. સત્સંગ, સન્શાસ્ત્રના યોગથી તે ધર્મનું
આરાધન વિશેષે કરી સંભવે છે. (પૃ. ૪૭૨) 0 શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યફષ્ટિ
જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે;) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. (પૃ. ૪૮૮) વેદાંતમાં વિચાર અર્થે ખસંપત્તિ બતાવી છે. વિવેક, વૈરાગ્યાદિ સદગુણ પ્રાપ્ત થયા પછી જીવ યોગ્ય મુમુક્ષુ કહેવાય. (પૃ. ૭૧૬) વિનયભકિત એ મુમુક્ષુઓનો ધર્મ છે. (પૃ. ૬૪૯) સત્સમાગમ અને સાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જયાં સુધી પોતાના દોષ વિચારી