________________
મહાત્મા
૪૩૦
મહાત્મા
દીર્ધકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે, તે
મહાત્માઓને નમસ્કાર. (પૃ. ૬૦૯) T બાહ્યાભ્યતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે, એવો નિઃસંદેહ
જ્ઞાનીનો નિશ્ચય છે. (પૃ. ૬૩૪) આત્મદશાને પામી નિર્તપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે.
(પૃ. ૬૧૬) D મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ
અને નિયમિત રહો; સન્શાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. એ એકે ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. (પૃ. ૧૫૬) જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી પ્રહણ થઇ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ
કાર્ય મહાત્મા પુરુષો કરે છે. (પૃ. ૪૬૨) D મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગસન્મુખ કરવાની છે. (પૃ. ૫૮૨) D મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.
(પૃ. ૩૩૦). T દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતુથી ધ્યાવે છે તે મહાત્મા
સ્વભાવસહિત” છે. (પૃ. ૫૯૪) D લબ્ધિ, સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઇને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી.
(પૃ. ૭૭૯) D જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. (પૃ. ૬૪૨) T સંબંધિત શિર્ષકો : અહંત, આત્મા, ઈશ્વર, જિન, તીર્થકર, દેવ, પરમાત્મા, ભગવાન, મોટાપુરુષ,
વીતરાગ, સદેવ, સપુરુષ, સિદ્ધ | મંગલાચરણ I ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગલાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી
તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગલાચરણ કરવું એ શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગલાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાનો અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તોડવો જોઇએ; તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી. (પૃ. ૭૪૩).