________________
મનોનિગ્રહ(ચાલુ)
૪૨૮
સત્પુરુષ મહદ્ભાગી છે. (પૃ. ૧૨૮)
અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ ક૨વાનાં ઉત્તમ સાધનો છે. (પૃ. ૧૬૪)
જે પવન(શ્વાસ)નો જય કરે છે, તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. (પૃ. ૧૮૯)
ચિત્તની જો સ્થિરતા થઇ હોય તો તેવા સમય પરત્વે સત્પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઇ શકતું હોય તો મનનો નિગ્રહ થઇ શકે ખરો; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે. (પૃ. ૩૦૫)
મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે, અને તેવું જ છે, તથાપિ સ્થૂળપણે લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. (પૃ. ૩૩૫)
D મનની નિગ્રહતા અર્થે (પંચપરમેષ્ઠીનું પરિપૂર્ણ જાણપણું) એક તો સર્વોત્તમ જગદ્ભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. (પૃ. ૮૩)
– એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કોઇ જોવાનું કહે તો તેના ઉ૫૨ અરુચિ થાય, ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉ૫૨ની રમણીયતા જોઇ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. આ રીતે જાણીને મનનો નિરોધ કરવો. (પૃ. ૭૦૦)
E તે જિન-વર્ધમાનાદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા ! તેને મૌન રહેવું - અમૌન રહેવું બન્ને સુલભ હતું; તેને સર્વ અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો. કેવું આશ્ર્ચર્યકારક કે, એક કલ્પનાનો જય એક કલ્પ થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી ! (પૃ. ૧૯૭)
મમતા
મમત્વ એ જ બંધ. બંધ એ જ દુઃખ. (પૃ. ૧૦)
D જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ દેહના કોઇ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે ક૨વાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઇ શકે છે, એવો કોઇ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઇ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાથે, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, તે ત્યાગવો પડે છે, એવા આર્તધ્યાને કોઇ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે. (પૃ. ૩૭૯)