________________
૪૨૬
મનન
મનન
— શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વધારે શ્રવણ ક૨વાથી મનનશકિત મંદ થતી જોવામાં આવે છે. (પૃ. ૭૮૪)
પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. (પૃ. ૧૫૫)
D યથાવિધિ અધ્યયન અને મનન કર્તવ્ય છે. (પૃ. ૬૨૬)
D ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક્ પ્રવૃત્તિ હોય ત્યારે મહત્પુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દૃઢીભૂત કરે છે; ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. (પૃ. ૬૩૭)
પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય (પૃ. ૬૪૧)
તમે (શ્રી અંબાલાલભાઇ) જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષનાં ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. (પૃ. ૨૫૯)
મહાવીરના ઉપદેશવચનનું મનન કરો. (પૃ. ૧૨)
કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. (પૃ. ૫)
શુદ્ધયોગમાં રહેલા આત્મા અણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો. (પૃ. ૨૧૯)
મનુષ્ય
કે આત્મન્ ! તેં જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઇએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઇ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. (પૃ. ૨૦૯)
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ પ્રાપ્ત થયું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી ૫૨મ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. (પૃ. ૬૦૭)
મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્યપ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, અંતપર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે, એ નિઃસંદેહ છે. (પૃ. ૬૫૨)
D હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઇક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. (પૃ. ૪૦૬)
જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. (પૃ. ૫૬૧)