________________
અભિમાન (ચાલુ)
સંબંધિત શિર્ષકો દેહાભિમાન, માન અભ્યાસ
જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઇશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રનો લાભ લઈ લેજે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તોપણ અભ્યાસ સર્વનો ઉપાય છે. (પૃ. ૫-૬) નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો:૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. ૫. કોઈ એક સરૂષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. (પૃ. ૨૨૯) 1 જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારવો; અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવો નહીં.
આત્મા અનંત જ્ઞાનમય છે. જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે. (પૃ. ૭૨૫) D ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. (પૃ. ૩૭) D પારમાર્થિક શ્રત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. (પૃ. ૩૫). D વીતરાગધ્રુતનો અભ્યાસ રાખજો. (પૃ. ૨૨૯) કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમપુણ્યયોગ બન્યો છે, માટે સર્વસંગત્યાગયોગ બનતાં સુધીમાં ગૃહસ્થપાસે સ્થિતિ હોય ત્યાં પર્યત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઈ પણ જાળવી લઈને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસમાં રહેવું એ જ કર્તવ્ય છે.
(પૃ. ૬૦૩) D “આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે', “તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. પૂર્વના કોઇ વિશેષ અભ્યાસબળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી
તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. (પૃ. ૪૫૨-૩) || નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે (પૃ. ૨૬૨)
અસંગતાનો અભ્યાસ કરો. (પૃ. ૬૪૨) બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. (પૃ. ૩૧૩)