________________
૪૦૯
ભાવના, અશરણ |
B સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત્ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઇ, તેમ પામર ભવ્યો સંસારનાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્વાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપળ
અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. (પૃ. ૩૭) ભાવના, અન્યત્વ [ આ સંસારમાં કોઇ કોઇનું નથી; એમ ચિંતવવું તે “અન્યત્વભાવના'. (પૃ. ૩૫, ૭૨) [ આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર ! વિચાર કર ! (પૃ. ૪૪)
બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. (પૃ. ૩૧૩) | ભાવના, અશરણ |
સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ઘર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે “અશરણભાવના’. (પૃ. ૩૫, ૭૨). 0 આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઈન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઇ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારો રિદ્ધિવાળા છે, જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રોગ સુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે, આવા ઇન્દ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ ઉજ્જડ વનમાં વાઘે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કોઈ શરણ છે? કોઈ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તો મનુષ્ય અક્ષય થઇ જાત. માટે મિથ્યા બુદ્ધિને છોડી અશરણ અનુપ્રેક્ષા ચિંતવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઇલાજ ન થયો, ઔષધ ન આપ્યું, દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇન્દ્ર જેવા પણ ન રોકી શક્યા,