________________
ભક્તિ (ચાલુ)
૩૯૬
– અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. (પૃ. ૨૬૮)
D પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઇને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. (પૃ. ૩૩૫) -
ગઇ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્યે અધિક પ્રસન્ન રહેવું. (પૃ. ૨૫૪)
46.
D ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાનો જે અભ્યાસ થઇ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઇશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભક્તિ પામ્યાનું ફળ છે; તો જ અમારો – તમારો (શ્રી સૌભાગ્યભાઇનો) સંયોગ થવો યોગ્ય છે. (પૃ. ૨૭૨) – .:
પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઇ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાહીને ૫રમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. (પૃ. ૨૭૬) - * ={
ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વદશામાં ભક્તિમય જ રહેવું. (પૃ. ૨૮૭) -
- '
– આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તોપણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે. (પૃ. ૨૭૦)
W
પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો. (પૃ. ૨૦૧)
પરમપુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્ધર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ(શુદ્ધ આચરણની ઉપાસના)રૂપ સહૂર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. (પૃ. ૬૩૭)
સદેવગુરુશાસ્ત્રભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. (પૃ. ૬૩૦)
D જિજ્ઞાસુ - આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરો તો સઘળા પૂજ્ય છે; ત્યારે નામથી ભક્તિ ક૨વાની કંઇ જરૂર છે ?
સત્ય
-
સત્ય
હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જ શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તો કાર્ય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું ? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે. એઓનાં અર્હત્ તીર્થંકર પદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામસ્મરણ કરવાથી તેઓ કોણ ? ક્યારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રોની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકનો ઉદય પામીએ. (પૃ. ૬૭)
D જિજ્ઞાસુ - મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઇ ફળદાયક નથી એમ મને આસ્થા થઇ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઇએ એ હું માન્ય રાખું છું.
જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે; એના