________________
ભક્ત
૩૯૪
| ભક્ત, T કઠણાઈ અને સરળાઇ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઇ
અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. (પૃ. ૨૭૭) D એક રાજા બહુ ભક્તિવાળો હતો; અને તેથી ભક્તોની સેવા બહુ કરતો; ઘણા ભક્તોનું અન્નવસ્ત્રાદિથી
પોષણ કરતા ઘણા ભક્તો ભેગા થયા. પ્રધાને જાણ્યું કે રાજા ભોળો છે; ભક્તો ઠગી ખાનારા છે; માટે તેની રાજાને પરીક્ષા કરાવવી, પણ હાલ રાજાને પ્રેમ બહુ છે તેથી માનશે નહીં; માટે કોઇ અવસરે વાત; એમ વિચારી કેટલોક વખત ખમી જતાં કોઇ અવસર મળવાથી તેણે રાજાને કહ્યું “આપ ઘણો વખત થયાં બધા ભક્તોની સરખી સેવાચાકરી કરો છો; પણ તેમાં કોઈ મોટા હશે, કોઈ નાના હશે. માટે બધાને ઓળખીને ભક્તિ કરો.' ત્યારે રાજાએ હા કહી કહ્યું: ‘ત્યારે કેમ કરવું?' રાજાની રજા લઈ પ્રધાને બે હજાર ભક્તો હતા તે બધાને ભેગા કરી કહેવરાવ્યું કે તમે દરવાજા બહાર આવજો, કેમકે રાજાને જરૂર હોવાથી આજે ભક્ત તેલ કાઢવું છે. તમે બધા ઘણા દિવસ થયાં રાજાનો માલમસાલો ખાઓ છો તો આજે રાજાનું આટલું કામ તમારે કરવું જ જોઈએ. ઘાણીમાં ઘાલી તેલ કાઢવાનું સાંભળ્યું કે બધા ભક્તોએ તો ભાગવા માંડયું; અને નાસી ગયા. એક સાચો ભક્ત હતો તેણે વિચાર કર્યો રાજાનું નિમક, લૂણ ખાધું છે તો તેના પ્રત્યે નિમકહરામ કેમ થવાય ? રાજાએ પરમાર્થ જાણી અન્ન દીધું છે; માટે રાજા ગમે તેમ કરે તેમ કરવા દેવું. આમ વિચારી ઘાણી પાસે જઈ કહ્યું કે “તમારે “ભક્તતેલ કાઢવું હોય તો કાઢો.” પછી પ્રધાને રાજાને કહ્યું : “જુઓ, તમે બધા ભક્તોની સેવા કરતા હતા; પણ સાચાખોટાની પરીક્ષા નહોતી.'' જુઓ, આ રીતે સાચા જીવો તો વિરલા જ હોય; અને તેવા વિરલ સાચા સદ્દગુરુની ભક્તિ શ્રેયસ્કર
છે. સાચા સદ્ગુરુની ભક્તિ મન, વચન અને કાયાએ કરવી. (પૃ. ૭૧૭) ભક્તિ
ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે. (પૃ. ૭૧૦) ભક્તિપ્રધાનદશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થસંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે; તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાનદશા આરાધવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.) (પૃ. ૩૪૦)'.. જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે.
જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. (પૃ. ૩૭૨)- 'LL : 3 ID તે (ભક્તિ) સન્દુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
(પૃ. ૨ ૪ ) [>L N. C.