________________
૩૮૨
બળ
બળ
જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ (નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ) કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા ક૨શે. કોઇ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઇ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. (પૃ. ૩૪૫)
– જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાનીપુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દૃઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્તમાગમના અભાવે વીતરાગશ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તથૈર્ય માટે તે પરમ ઔષધ છે. (પૃ. ૬૨૯)
E સંબંધિત શિર્ષકો : આત્મબળ, બુદ્ધિબળ
બંધ
કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. (પૃ. ૭૮૪)
મમત્વ એ જ બંધ. બંધ એ જ દુઃખ. (પૃ. ૧૦)
જીવ જે પરિણામથી કર્મનો બંધ કરે છે તે ‘ભાવબંધ’. કર્મપ્રદેશ, પરમાણુઓ અને જીવનો અન્યોન્ય પ્રવેશરૂપે સંબંધ થવો તે ‘દ્રવ્યબંધ’. (પૃ. ૫૮૪)
I ‘ચલઇ સો બંધે’, યોગનું ચલાયમાન થવું તે ‘બંધ’. (પૃ. ૭૭૨)
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે. (પૃ. ૭૭૨)
D પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારનો બંધ છે. પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે; સ્થિતિ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. (પૃ. ૫૮૪)
બંધ ઘણી અપેક્ષાએ થાય છે; પણ મૂળપ્રકૃતિ આઠ છે, તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહી છે. (પૃ. ૭૦૮)
D આઠવિધ, સાતવિધ, છવિધ, ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે. (પૃ. ૭૭૩)
– તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. (પૃ. ૭૭૨)
તેરમે ગુણસ્થાનકે તીર્થંકરાદિને એક સમયનો બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઇ શકે.
પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી; પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઇ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો