________________
૩૭૯
પ્રશ્નો
સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. (પૃ. ૪૪૪) 1 આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે; અર્થાતુ જો એક
એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્રય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. (પૃ. ૪૪૪) 1 આ પ્રવૃત્તિવ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા
જ્ઞાની એમાં શાંત સ્વરૂપનૈષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુવૃત્તિના જીવો શાંત રહી શકે, સ્વરૂપનૈષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ અવલંબનની આવશ્યકતા છે, તે સમજાવાં, પ્રતીત થવાં અને અમુક
સ્વભાવથી આત્મામાં સ્થિત થવાં કઠણ છે. (પૃ. ૬૪૧) D પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે. જો થોડો
સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઇએ. (પૃ. ૬૭૩) _ સંબંધિત શિર્ષક નિવૃત્તિ, વૃત્તિ પ્રશંસા D આત્મપ્રશંસા ઇચ્છું નહીં. (પૃ. ૧૩૮) D ખોટી પ્રશંસા કરું નહીં. (પૃ. ૧૪૪) .3 સ્વરૂપની પ્રશંસા કરું નહીં. (પૃ. ૧૫૩) D તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. (પૃ. ૨૩૫) 0 લોકો એક કાર્યની તથા તેના કર્તાની પ્રશંસા કરે છે એ ઠીક છે. એ એ કાર્યને પોષક તથા તેના કર્તાના ઉત્સાહને વધારનાર છે. પણ સાથે એ કાર્યમાં જે ખામી હોય તે પણ વિવેક અને નિર્માનીપણે સભ્યતાપુર્વક બતાવવી જોઇએ, કે જેથી ફરી ખામીનો અવકાશ ન રહે અને તે કાર્ય ખામી રહિત થઇ પૂર્ણ થાય. એકલી પ્રશંસા-ગાણાથી ન સરે. એથી તો ઊલટું મિથ્યાભિમાન વધે. હાલના માનપત્રાદિમાં આ પ્રથા વિશેષ છે. વિવેક જોઇએ. (પૃ. ૬૬૭)
પ્રશ્નો)
1 નાના પ્રકારના પ્રશ્નોત્તરનો લક્ષ એકમાત્ર આત્માર્થ પ્રત્યે થાય તો આત્માને ઘણો ઉપકાર થવાનો સંભવ
રહે. (પૃ. ૫૧૪). |g ક્યા ગુણો અંગમાં આવવાથી માર્ગનુસારીપણું તથારૂપે કહેવાય?' “ક્યા ગુણો અંગમાં આવવાથી