________________
મુગલ (પરમાણુ) (ચાલુ)
૩૬૪ મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા(ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણ છે. (પૃ. ૭૬૩). દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે
ત્યાં એકઠા થઈ ત્યાં તે રૂપે પરિણમે. અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણઓ માથામા એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઇએ જોયાં નથી, પણ તેનું પરિણામવિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી. એ વૃષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે. (પૃ. ૭૭૬).
જે પ્રદેશ વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. (પૃ. ૭૭૬) | પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના યોગ વડે થાય. (પૃ. ૭૮૪) T તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી; પણ અનેક પરમાણુઓનો બનેલો સ્કંધ
છે. પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇન્દ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન યોગી અથવા કેવળીથી તે દેખી શકાય છે. (પૃ. ૬૬૩) | પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમવે તે રૂપે પરિણમે. (પૃ. ૭૩૪) U પુદ્ગલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તો પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે
પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું? (પૃ. ૭૭૩) || સંબંધિત શિર્ષકો : અજીવ, જડ
પુનર્જન્મ
| પ્ર0 આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શું હતા તેની? ઉ0 તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી
વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેણ ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય; અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે.
(પૃ. ૪૨૯) D અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન(અજ્ઞાન)ને સમ્યફજ્ઞાન માની રહ્યો છે, અને
સમયફજ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઇ અંશે પણ યથાર્થ થતો નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઇએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે રહેલાં કર્મપુદ્ગલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઇએ; અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને