________________
પર્યાય (ચાલુ)
ઉપર
જ્ઞાનોપયોગમાં ગયું છે. (પૃ. ૪૭૮) પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે. દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. પર્યાય ઉત્પાદવ્યયવંત છે. જીવ પર્યાયના બે ભેદ છે - સંસારપર્યાય અને સિદ્ધપર્યાય. સિદ્ધપર્યાય સો ટચના સોના તુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સોનાતુલ્ય છે. (પૃ. ૭૬૫) | શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને
પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં
તેવું ભાસે છે. (પૃ. ૪૫૧) ID પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી
જિનનો અભિમત છે, અને તે યથાર્થ લાગે છે, કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણેક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ–પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંતરપણું ભજે છે; તેવું અવરથાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી; કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશત્રઅવગાહીપણું ટાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શક્યા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પોતાના અવગાહક ક્ષેત્રને ત્યાગતો નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પોતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જો જળ શાંત હોય તો શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે. જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે તેમ પરમાણુ, આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળી પામે છે. જેમ સોનું બે પર્યાયને ભજતાં સોનાપણામાં જ છે, તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે. એક પુરુષ (જીવ) બાળકપણું ત્યાગી યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય, પણ પુરુષ તેનો તે જ રહે, તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે અને સિદ્ધ પણ અનંતપર્યાયી છે એવો જિનનો અભિપ્રાય છે, તે વિરોધી લાગતો નથી. ચક્ષુને વિષે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલનસ્થિતિ તે પર્યાય છે. આત્માની સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે; તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગત આવા વિચિત્રપણાને પામી શકે નહીં. કેમકે એક પરમાણુમાં પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયોગ-વિયોગ, એકત્વ-પૃથક્વ, એ