________________
અનુકંપા | અનુકંપા D અનુકંપા = સર્વ પ્રાણી પર સમભાવ રાખવો તે, નિર્વેર બુદ્ધિ રાખવી તે. (પૃ. ૭૧૬) 1 તૃષાતુરને, સુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા
કરવામાં આવે તેનું નામ “અનુકંપા'. (પૃ. ૫૯૪). || પરમાર્થની વાત એકની એક સો વખત પૂછો તોપણ જ્ઞાનીને કંટાળો આવે નહીં; પણ અનુકંપા રહે કે
આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું. (પૃ. ૬૯૭). અનુત્તરવિમાન [ આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી
અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચૌદે વિમાનોમાં સમ્યફદ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. (પૃ. ૨૧) 2 અગિયારમું (ગુણસ્થાન) એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યોગ
પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાનો બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર
વિમાનની જ હોય છે. (પૃ. ૨૪૮). | અનુપ્રેક્ષા
આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. (પૃ. ૭૦૮) D વાચના (વાંચવું); પ્રચ્છના (પૂછવું); પરિવર્તન (ફરી ફરી વિચારવું); ઘર્મકથા (ધર્મ વિષયની કથા
કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જો અનુપ્રેક્ષા ન આવે તો દ્રવ્ય છે. (પૃ. ૭૦૩). અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. (પૃ. ૩૧૭).
જેમ બને તેમ વીતરાગધ્રુતનું અનુપ્રેક્ષણ (ચિતવન) વિશેષ કર્તવ્ય છે. (પૃ. ૨૯) |ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. (પૃ. ૩૭) | કિસનદાસજી કૃત “ક્રિયાકોષ'નું પુસ્તક પ્રાપ્ત થયું હશે. તેનું આઘંત અધ્યયન કર્યા પછી સુગમ
ભાષામાં એક નિબંધ તે વિષે લખવાથી વિશેષ અનુપ્રેક્ષા થશે. (પૃ. ૩૪). T સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. (પૃ. ૬૪૬) D દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને
કહ્યું છે; તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. (પૃ. ૫૬૬) D “હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર
પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (પૃ. ૬૫૦). આઠ ત્રોટક છંદ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે