________________
નિર્જરા (ચાલુ)
૩૩૦ T નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાકનિર્જરા. અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે; અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે; પરંતુ આત્મા પ્રગટ થતો નથી. સકામનિર્જરા લાયોપથમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામનિર્જરા (લાયોપથમિક ભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ
છે; લાયોપશમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં. (પૃ. ૭૩૭) 2 અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાંથી આગળ કુટાતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે કૂડકપટ, માયા, મૂર્છા, મમત્વ, કલહ, વચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરી કરાવી, આત્મતત્ત્વને પમાડે છે.
(પૃ. ૬૬૨) | બાર પ્રકારના, નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા
જ્ઞાનીને થાય છે. તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી : સ્વકાલપ્રાપ્ત, અને તપથી. એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય. તે નિર્જરાનો ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાનો છે એવા જીવ કરતાં અસંયત સમ્યફદ્રષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરા, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને. (અપૂર્ણ) (પૃ. ૫૮૫). T નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવ કરતાં
સમ્યફદ્રષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. (ફૂટનોટ : એમ અસંખ્યાતગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ
ચૌદમાં ગુણસ્થાનક સુધી શ્રીમદ્જીએ બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી.) (પૃ. ૭૭૮). | પંચપરમેષ્ઠીમંત્રના પાંચ અંક એમાં (અનાનુપૂર્વી કોષ્ટકમાં) પહેલા મૂક્યા છે; અને પછી
લોમવિલોમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો છે. એમ
કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે. (પૃ. ૮૪). D રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો
નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પૃ. ૫૩) | નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત
થશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. (પૃ. ૬૪૬). || યોગનો વિરોધ કરીને જે તપશ્વર્યા કરે છે તે નિશ્રય બહુ પ્રકારનાં કર્મોની નિર્જરા' કરે છે. જે
આત્માર્થનો સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કમરજને