________________
| નિદાનબુદ્ધિ (નિયાણું) (ચાલુ)
૩૨૬ T વસુદેવે પૂર્વભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી.
સુરૂપ સંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડયું.
મને આ તપશ્વર્યાથી ઋદ્ધિ મળો કે વૈભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ' એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. તેવું નિયાણું ન બાંધવું ઘટે. (પૃ. ૬૬૮). T સત્સંગની ઈચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઇચ્છા રહેતી હોય તોપણ હાલ
જતી કરવી યોગ્ય છે, કેમકે અમને એમ લાગે છે કે વારંવાર તમે (શ્રી સૌભાગ્યભાઈ) લખો છો, તે કુટુંબમોહ છે, સંક્લેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે, આવી
નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોલ રહે ખરો. (પૃ. ૪૩૬). નિદિધ્યાસન D જીવનું કર્તુત્વાકર્તુત્વપણું સમાગમ શ્રવણ થઈ નિદિધ્યાસન કરવા યોગ્ય છે. (પૃ. ૩૫૩) I જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને
જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો
આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. (પૃ. ૪૫૫) I શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને
નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. નિદ્રા || રાત્રિ વ્યતિક્રમી ગઇ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. (પૃ. ૩) | જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઇશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રનો લાભ
લઇ લેજે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તોપણ અભ્યાસ સર્વનો ઉપાય છે. (પૃ. ૫-૬). In નિદ્રા અત્યંત લેશો નહીં. નકામો વખત જવા દેશો નહીં. (પૃ. ૧૨) | આસનજયથી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયોગ અચપળ થઇ શકે છે; નિદ્રા ઓછી થઇ શકે છે.
(પૃ. ૩) T નિદ્રાદિ પ્રકૃતિ, (ક્રોધાદિ અનાદિ વૈરી) તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન
માને તો તેને કૂર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી
નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઇ સમાધિસુખ થાય. (પૃ. ૬૭૮) | નિમિત્ત D “નિમિત્તવાસી આ જીવ છે', એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે
જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે. (પૃ. ૪૭૮) નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય