SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યનિયમ (ચાલુ) ૩૨૨ D હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. (પૃ. ૨૫૧) D નિત્ય નિયમમાં તમને (શ્રી ત્રિભોવનભાઈ) અને બધા ભાઇઓને હમણાં તો એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી પ્રહાયેલા આગ્રહનો, પોતાપણાનો, અને અસત્સંગનો નાશ થાય છે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવનો દૃઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. (પૃ. ૨૫૩) D સવારમાં ઊઠી ઈર્યાપથિકી પ્રતિક્રમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, કોઇ પણ જીવ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયો હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, વિશેષ નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિઃશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. શ્રી સત્યરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવદ્ય વ્યાપારથી નિવર્તી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં “પરમગુરુ” એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સતશાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાયોત્સર્ગ કરી શ્રી પુરુષોનાં વચનોનું તે કાયોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અરધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવાં પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અરધી ઘડીમાં “પરમગુરુ' શબ્દનું કાયોત્સર્ગરૂપે રટણ કરવું, અને “સર્વજ્ઞદેવ” એ નામની પાંચ માળા ગણવી. હાલ અધ્યયન કરવા યોગ્ય શાસ્ત્રો :- વૈરાગ્યશતક, ઇન્દ્રિયપરાજયશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, યોગદૃષ્ટિસમુચ્ચય, નવતત્ત્વ, મૂળપદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિંદુ, આત્માનુશાસન, ભાવનાબોધ, મોક્ષમાર્ગપ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજી-ચોવીશીમાંથી નીચેનાં સ્તવનો :- ૧, ૩, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૨. સાત વ્યસન(જાગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રી)નો ત્યાગ. જાવા, આમિષ, મદિરા, દારી, આખેટક, ચોરી, પનારી; એહિ સપ્તવ્યસન દુઃખદાઇ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.” એ સપ્તવ્યસનનો ત્યાગ. રાત્રિભોજનનો ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિનો ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિનો પણ પ્રતિબંધ. અમુક રસન ત્યાગ. અબ્રહ્મચર્યનો ત્યાગ. પરિગ્રહ પરમાણ. શરીરમાં વિશેષ રોગાદિ ઉપદ્રવથી, બેભાનપણાથી, રાજા અથવા દેવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તો તે માટે પશ્વાતાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં ન્યુનાધિકતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સત્પરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં. (પૃ. ૬૭૪-૫) D સંબંધિત શિર્ષકો નિયમ, વ્રત
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy