________________
૩૯
ધ્યાન (ચાલુ) || D જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે, અને એક અક્ષરના એમ પરમેષ્ઠીપદના વાચક મંત્ર છે તેનું જાપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના
ઉપદેશથી જાણવું યોગ્ય છે. (પૃ. ૫૮૫) In ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે
અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઇચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. (પૃ. ૧૨) જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે; કેમકે તેથી આત્માને નિજસ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધવરૂપ જેવું આત્મવરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો
અભાવ કરવા તે સિદ્ધવરૂપનો વિચાર, ધ્યાન તથા રસુતિ ઘટે છે. (પૃ. ૪૧૦) E ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો પણ બીવું
નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું. ‘અમરદશા જાણી ચળવિચળ ન થવું.' (પૃ. ૧૧). D ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક ઇવ દેહના મમત્વના વિચાર લાવશો નહીં. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, તો તમોને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઇત્યાદિ ઇ0 ઋદ્ધિ પામશો. (પૃ. ૧૩). જેને રાગ, દ્વેષ તેમ જ મોહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. (પૃ. ૫૯૪) ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્રય ધ્યાન કહે છે. (પૃ. ૩૦) D અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે “ચારિત્ર'. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ,
ગુપ્તિ રૂપે શ્રી વીતરાગોએ કહ્યું છે. સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાનીપુરુષને નિરોધ થાય તેનું નામ “પરમ સમ્યફચારિત્ર' વીતરાગોએ કહ્યું છે. મોક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિઓ પામે છે, તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી
ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. (પૃ. ૫૮૪-૫). D સર્વજ્ઞોપદિષ્ટ આત્મા સદ્ગુરુકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તાપૂર્વક.
(પૃ. ૮૩૦) T સર્વશે કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ
ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. (પૃ. ૫૮૫)