________________
૩૦૫
ધર્માસ્તિકાય પૃથક્ પૃથક્ સોળ ભેદ કહ્યા છે તેવા તત્ત્વપૂર્વક ભેદ કોઇ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો, વિચારવાનો, અન્યને બોધ ક૨વાનો, શંકા, કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અશરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારનાં અનંત દુઃખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકાલોકના વિચા૨ ક૨વાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે.
એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ બહુ ઉદય થશે. તમે કદાપિ એ સોળ ભેદનું પઠન કરી ગયા હશો તોપણ ફરી ફરી તેનું પરાવર્તન કરજો. (પૃ. ૧૧૨-૫) – ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. (પૃ. ૨૧૯)
આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે; પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.
આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઇ અનેક સાધનોથી થઇ શકે છે; પણ તેવા પુરુષો-નિગ્રંથમતના—લાખોમાં પણ કોઇક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઇ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. (પૃ. ૧૮૮) E સંબંધિત શિર્ષક : ધ્યાન
ધર્માસ્તિકાય
I ‘ધર્મદ્રવ્ય' એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. (પૃ. ૫૦૯)
ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે; સકળલોકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે. અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પોતે અકાર્ય છે, અર્થાત્ કોઇથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે ‘ધર્માસ્તિકાય' જાણવો.
જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણો. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે.
ધર્માંતકાય અને અધર્માસ્તિકાયને લીધે લોક અલોકનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પોતે હલનચલન ક્રિયાથી રહિત છે; અને લોકપ્રમાણ છે. ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે. સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને ‘લોકાકાશ' કહીએ છીએ. જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે; અર્થાત્ લોકમાં છે; લોકથી બહાર નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે; જેને ‘અલોક' કહીએ છીએ.