________________
૩૦૧
ધર્મ, ખ્રિસ્તી D ધર્મ કરસની વાત આવે ત્યારે પૂર્વકર્મના દોષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ
નીપજે; કર્મને આગળ કરે તેને કર્મ આડાં આવે, માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ છે. (પૃ. ૭૦૮) D દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? (પૃ. ૨૨૫) 0 સમ્યક પ્રકારે વેદના અહિયારાવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. (પૃ. ૬પ૩) D જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ
અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે.
(પૃ. ૩૨૦) D કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઇએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું
કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પષ વિના હોય નહીં, કારણ કે અસમાં સત્ હોતું નથી. ઘણું કરીને પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી
સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? (પૃ. ૨૮૬) D ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. (પૃ. ૫) D સદા પૂજનિક કોણ? વીતરાગદેવ, સુસાધુ અને સુધર્મ. (પૃ. ૧૫) D તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. (પૃ. ૧૫૫) D ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. ધર્મ વડે અર્થ પેદા કરું. (પૃ. ૧૪૦) T કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. (પૃ. ૧૫૮) | સંબંધિત શિર્ષકો આત્મધર્મ, કુળધર્મ, જૈનધર્મ, રવધર્મ, દયાના ભેદ ઘર્મ, ખ્રિસ્તી |
V૦ ખ્રિસ્તી ધર્મ વિષે આપ કાંઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. ઉ0 ખ્રિસ્તી ધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ઘર્મ શોધ્યો છે,
વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી. એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં ખ્રિસ્તી ધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ
વાકય મતભેદવશે કહ્યું નથી. પ્ર. તેઓ એમ કહે છે કે બાઇબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે, ને
હતો.