________________
દોષ (ચાલુ)
૨૯૪ (પૃ. ૭૧૨, ૭૧૫) જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી
થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય. (પૃ. ૭૨૬) | સો ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. (પૃ. ૭૨૯) D “કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય.” ત્યારે લોક કહે છે
કે, “એવું તો અમારા ગુરુઓય કહે છે; ત્યારે જુદું શું બતાવો છો ?' આવી આડી કલ્પનાઓ કરી જીવને પોતાના દોષ મટાડવા ઇચ્છા નથી. (પૃ. ૭૩૩) પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કરે તો દોષ ટળવાનું કારણ થાય. જીવના દોષ ઘટે, ટળે તો મુક્તિ થાય.
(પૃ. ૭૩૫). 0 ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી
ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. (પૃ. ૨૮૮) | જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે કૃત્યને
પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. (પૃ. ૧૫૭). T કેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને
અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. (પૃ. પ૨૫) D ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે. (પૃ. ૭૧૦) પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઇ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની
તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. (પૃ. ૩૮૨). I જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દોષને છેદી નાંખે છે. ત્યારે અજ્ઞાની જીવ સંગ
ત્યાગીને પણ તે દોષ, સ્ત્રીઆદિના છોડી શકતો નથી. જ્ઞાની તો દોષ, મમત્વ, કષાયને તે સંગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્ભુત છે. (પૃ. ૭૩૦) * T સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. (પૃ. ૮)
દ્રવ્ય
D દ્રવ્ય એટલે વસ્તુ, તત્ત્વ, પદાર્થ. (પૃ. ૫૮૨). D ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે
નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે, તે કોઇ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં. (પૃ. ૮૦૮) દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં