________________
| દોષ (ચાલુ)
૨૯૨ મુમુક્ષુતા' જ ઉત્પન્ન ન હોય. (પૃ. ૨૮૮) T કૃતજ્ઞતા જેવો એકે મહા દોષ મને લાગતો નથી. (પૃ. ૧૫૮) T મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. (પૃ. ૩૭૨)
અનાદિકાળથી વિપર્યયબુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિષે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તોપણ બીજી બાજુના નિશ્રયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે; અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે, અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્રયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી;
માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે, એ જ આ જીવનો દોષ છે. (પૃ. ૩૮૩). D જીવ સ્વભાવે (પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકંપાનો
ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં એસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. (પૃ. ૨૯૨) પોતાને જે કાંઇ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઇ આવી પડે તેને માટે કોઇ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પરમાર્થદ્રષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. વ્યાવહારિક દ્રષ્ટિએ જોતાં નહીં જેવો છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ
આવવો બહુ દુષ્કર છે. (પૃ. ૩૨૨) T કોઇનો દોષ જોવો ઘટતો નથી, સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે; એવી ભાવના
અત્યંતપણે દૃઢ કરવા યોગ્ય છે. જગતવૃષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં
લેવાજોગ છે, એ વિચાર રાખવો. (પૃ. ૬૬૦) તે બીજાના દોષ તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ. તાર દીપે
તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું. પોતે પોતાને
ભૂલી જવું (પૃ. ૨૧૨) T કોઇના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઇ થાય છે, તે થાય છે, એમ માન. (પૃ. ૨૩૫) 1 જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવો અને પોતાના દોષને જોવા યોગ્ય છે. (પૃ. ૩૬૯)
જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષવૃષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ' ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયોગ્ય વાત છે. (પૃ. ૪00) T સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્વ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ
સત્સંગ. સત્યરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી: પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઇને તે પરિક્ષીણ
કરવા. (પૃ. ૪૭૦) T સત્સમાગમ અને સલ્લાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ