SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ દેહ (ચાલુ) ૨૮૯ આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. (પૃ. ૬૦૪) D કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઇક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત (તૃતીય આવૃત્તિમાં ‘અનિયમિત’) કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ૩ (પૃ. ૬૧૫) D ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિકકાર હો ! (પૃ. ૬૫૨) D ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. (પૃ. ૬૫૨) મનુષ્યદેહનું સાર્થક ખોટા આગ્રહ, દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તો છે. (પૃ. ૭૩૧) મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો ? વાદવિવાદ કે મતભેદ શાનો ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. (પૃ. ૭૭૨) I કોઇ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. (પૃ. ૩૬૨) જો કોઇ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઇ રીતે ન થઇ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. (પૃ. ૪૫૧) D દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઇ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઇ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. (પૃ. ૫૦૩-૪) D અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચા૨ જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ. (પૃ. ૫૫૮) પોતાને મળેલો મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઇએ. (પૃ. ૬૫૧)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy