________________
દુઃખ (ચાલુ)
૨૭૮
અંતસંયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાનીપુરુષોએ પણ કરી છે. (પૃ. ૪૮૯)
દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. (પૃ. ૨૨૪)
સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઇએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. (પૃ. ૪૮૫)
I શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું ? છાનું કરેલું કર્મ. (પૃ. ૧૫)
લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્વકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. (પૃ. ૬૫૮)
E કોઇને સ્ત્રીનું દુઃખ, કોઇને પતિનું દુઃખ, કોઇને અજ્ઞાનથી દુઃખ, કોઇને વહાલાંના વિયોગનું દુઃખ, કોઇને નિર્ધનતાનું દુઃખ, કોઇને લક્ષ્મીની ઉપાધિનું દુઃખ, કોઇને શરીર સંબંધી દુઃખ, કોઇને પુત્રનું દુઃખ, કોઇને શત્રુનું દુઃખ, કોઇને જડતાનું દુ:ખ, કોઇને માબાપનું દુઃખ, કોઇને વૈધવ્યદુઃખ, કોઇને કુટુંબનું દુઃખ, કોઇને પોતાના નીચ કુળનું દુઃખ, કોઇને પ્રીતિનું દુ:ખ, કોઇને ઇર્ષ્યાનું દુઃખ, કોઇને હાનિનું દુઃખ, એમ એક બે વિશેષ કે બધાં દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યાં. એથી કરીને એનું મન કોઇ સ્થળે માન્યું નહીં; જ્યાં જુએ ત્યાં દુઃખ તો ખરું જ. કોઇ સ્થળે સંપૂર્ણ સુખ તેના જોવામાં આવ્યું નહીં. (પૃ. ૧૦૨)
દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડયો છે. તે દેહ અનિત્ય છે. બદરેલની ખાણ છે. તેમાં મોહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે ? ઘાણીના બળદની માફક. આંખે પાટો બાંધે છે; તેને ચાલવાના માર્ગમાં સંકડાઇ રહેવું પડે છે; લાકડીનો માર ખાય છે; ચારે બાજુ ફર્યા કરવું પડે છે; છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં; ભૂખ્યાતરસ્યાનું કહેવાય નહીં; શ્વાસોચ્છ્વાસ નિરાંતે લેવાય નહીં; તેની પેઠે જીવ પરાધીન છે.
જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે. (પૃ. ૭૨૮-૯)
ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને સમાન દુઃખદાયક છે. (પૃ. ૧૨૮)
એક ઘરમાં મારાપણું માન્યું ત્યાં તો આટલું બધું દુઃખ છે તો પછી જગતની, ચક્રવર્તીની રિદ્ધિની લ્પના, મમતા કરવાથી દુ:ખમાં શું બાકી રહે ? અનાદિકાળથી એથી હારી જઇ મરી રહ્યો છે. (પૃ. ૭૩૪) દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા ૦ કોઇ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાવ્યંતરરહિત થવું. (પૃ. ૨૦૦)
તમે અમે કંઇ દુ:ખી નથી. જે દુ:ખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી. (પૃ. ૩૭૪)
I શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુઃખ નથી. (પૃ. ૬૯૦)