________________
દુષમકાળ (ચાલુ)
૨૭૬
... જિનાગમમાં આ કાળને ‘દુષમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે ‘દુષમ’ શબ્દનો અર્થ ‘દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો' થાય છે. તે દુ:ખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે.
અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે ૫૨માર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમકે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઇ શકતી હોત; અને તેથી આ કાળને ‘દુષમ’ કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વરાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાનકાળને વિષે જો કોઇ પણ જીવ ૫૨માર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમકે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે.
આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થજાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયોગમાં તો જીવને કંઇક ઓછી જાગૃતિ હોય તોપણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઇએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઇ પ્રવાહમાં ન તણાઇ જવાય.
વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, યથાશકિત વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. (પૃ. ૩૫૯, ૩૬૧)
જેને વિષે પ૨માર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિષે ૫૨મ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણીકાળ કહ્યો છે; અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કોઇ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ધન્ય છે. (પૃ. ૩૬૫)
વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુ:ખે કરીને, - ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, – મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઇતું નથી. (પૃ. ૫૮૧)
આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણાયોગ્ય થયેલાં એવાં, આવાં ક્ષેત્રો વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોનો આત્મપ્રત્યયયોગ્ય બુદ્ધિ અત્યંત હણાઇ જવા યોગ્ય થઇ છે, એવા સર્વ પ્રકારના દુખમયોગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે. અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના